ટંકારામાં રવિવારે આર્ય સમાજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

મહર્ષિ દયાનંદ સરસ્વતિ દ્વારા સ્થાપિત આર્ય સમાજનો ૧૪૪ મો સ્થાપના દિન આગામી તા. ૧૮ માર્ચને રવિવારના રોજ પરંપરાગત રીતે ઉજવવામાં આવશે.

ટંકારામાં જન્મ્યા બાદ જગતને આર્ય બનોનું સૂત્ર આપનાર મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સન.૧૮૭૫ માં ચૈત્ર સુદ – ૧ ના દિવસે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી, ત્યાર બાદ નગરો, શહેરો અને ગામો તેમજ કસ્બાઓમાં પણ આર્યસમાજની ઋષિ ગાથાની સુવાસ ફેલાઈ છે.

આગામી રવિવારને તા. ૧૮ માર્ચને ચૈત્ર સુદ એકમ રવિવારે આર્ય સમાજના ૧૪૪ માં સ્થાપના દિને ટંકારા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે આર્યવિરો અને આર્ય વિરંગનાઓ દ્વારા વૈદિક યજ્ઞ અને ઓમ ધ્વજ ફરકાવી ઉજવણી નો પ્રારંભ કરશે બાદમાં ત્રણ હાટડી ખાતે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે આર્યવિરો અને વિરંગનાઓ દસ નિયમો વિશે અભિવ્યક્તિ આપશે, આ તકે પ્રસિદ્ધ કોલમિસ્ટ નારણભાઇ પટેલ, ધ્રાંગધ્રાના ઘનશ્યામભાઈ ચાવડા તેમજ ગુરુકુળના રામદેવ શાસ્ત્રી સહિતના મહાનુભાવો હાજર રહેશે.

Comments
Loading...
WhatsApp chat