મોરબી રવાપર રોડ પર પટેલ ગ્રુપ દ્વારા ગણપતી મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીના રવાપર રોડ ખાતે દર્પણ સોસાયટીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે તેમજ સાથે સાથે વ્રુક્ષો બચાવોનો સંદેશ આપતી પ્રતિકૃતિ બનવવામાં આવી છે.છેલ્લા આઠ વર્ષ થી મોરબીના રવાપર રોડ ખાતે આવેલી દર્પણ સોસાયટીના નાકે પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશોત્સવનો નવમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે,વિશાળ જગ્યામાં યોજાતા આ ગણેશોત્સવમાં બાળકો માટે સસલા, બતક સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે. તેમજ વિવિધ આકર્ષક ફ્લોટો ઉભા કરવામાં આવ્યા છે મોરબીમાં દિનપ્રતિદિન પ્રદુષણ વધી રહ્યું છે પ્રદુષણને અટકાવવા માટે તથા વ્રુક્ષોને કાપવા નહિ તેનું જતન કરવું જે થીમ પર એક ખાસ ફ્લોટ વ્રુક્ષો બચાવો પર રાખવામ આવે છે જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેમજ ગઈકાલના રાત્રીના વિકાસ વિધાલયના બાળકો અને વૃધ્ધાસ્રમના વૃદ્ધોએ દર્શનનો લાભ લીધો હતો.અહીં દરોરજ હજારોની સંખ્યામાં ભકતજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડે છે. 2013માં મોરબીના આ ગણેશોત્સવને સંદેશ ન્યૂઝ દ્વારા ગુજરાતમાં નંબર વન સ્થાન મળ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat