


ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા મકવાણા પરિવારની ૨૦ વર્ષની દીકરી ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી હોય જેથી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી પોલીસે યુવતી ગુમ થયાના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાની લક્ષ્મીનારાયણ શેરીમાં રહેતા શૈલેશભાઈ મકવાણાએ પોલીસ મથકમાં જાણ કરી છે કે તેની દીકરી ચાર્મીબેન મકવાણા (ઉ.વ.૨૦) ગત તા. ૧૫ ના રોજ ૧૦ વાગ્યા આસપાસ ઘરેથી કોઈને કહ્યા વિના જતી રહી છે જેની શોધખોળ કરવા છતાં મળી આવી નથી ટંકારા પોલીસે યુવતી ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે