મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાં ફોરસ્ક્વેર-૧ માંથી જુગારધામ ઝડપાયું

મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપમાંચાલતા જુગારધામ પર એલસીબી ટીમે દરોડા પાડીને ત્યાં જુગાર રમતા ૪ મહિલાઓ સહિત ૯ પત્તાપ્રેમીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલ.સી.બી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રભુકૃપા ટાઉનશીપ ફોરસ્કવેર-૧ એપાર્ટમેન્ટમાં ફલેટ ન.૧૦૪ માં રહેતા પ્રદીપ દશરથભાઈ પટેલ બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધનો અને સામગ્રી પૂરી પાડીને તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા પ્રદિપ દશરથભાઇ પટેલ, અંકિત દશરથભાઇ પટેલ, નિજામભાઇ કરીમભાઇ જેડા, નિલેષ મનસુખભાઇ વાડોલીયા, ભીખુભાઇ વનરાવનભાઇ ઠકરાર, નુતનબેન નવીનભાઇ વાઢારા, સંગીતાબેન અજયભાઇ સોલંકી, ચેતનાબેન નવીનભાઇ અને સોનલબેન હિતેષભાઇ રબારીને રૂ.૨૦,૦૦૦ની કિમતના ૪ મોબાઈલ ફોન અને રોકડ રૂ.૮૪,૫૦૦ સહિત કુલ રૂ. ૧,૦૪,૫૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસના પી આઈ ડી.એમ.ઢોલ, પી એસ આઈ એન.એચ.ચુડાસમા, પી એસ આઈ કે.એચ.ભોચીયા,પી એસ આઈ એ.ડી.જાડેજા, રામભાઈ મંઢ, નીરવ મકવાણા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર સહિતની ટીમે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat