Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં લૂંટના ગુન્હામાં ફરાર આરોપી ૧૨ વર્ષે અમદાવાદથી ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા ૧૨ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમ અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ મથકમાં લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી માંગીયા પન્ગાભાઈ મેડા (ઉ.વ.૫૦) રહે રહે એમપી વાળાને આજે અમદાવાદ રાણીપ પોલીસ સ્ટેશન સામેથી ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે આરોપી છેલ્લા ૧૨ વર્ષથી લૂંટના ગુન્હામાં ફરાર હતો જેને ઝડપી લેવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમને સફળતા મળી છે

જે કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, પીએસઆઈ એન બી ડાભી, પોલાભાઈ ખાંભરા, રજનીભાઈ કૈલા, સંજયભાઈ પટેલ, કૌશિકભાઈ મારવાણીયા, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષ કાંજીયા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat