મોરબીમાં ૪ અને ૫ ફેબ્રુઆરીનાં રોજ ૧૨ સ્થળોએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે

 

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબી શહેર અને મોરબી તાલુકાના ગામડાઓમાં ૧૨ સ્થળોએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

તારીખ ૦૪ ફેબ્રુઆરીને શનિવારે આખો દિવસ પુષ્ય નક્ષત્ર છે અને તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ સુધી શ્રેષ્ઠ એવો “રવિપુષ્યામૃત યોગ” બને છે. જે નિમિતે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ “નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ” નું આયોજન કરવામાં આવેલ છે.

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર જેસ્વાણી અને N.I.M.A. મોરબીના પ્રમુખ ડૉ. હાર્દિક જેસ્વાણી દ્વારા મહત્તમ સંખ્યામાં આ કેમ્પનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો છે

તારીખ ૪ અને ૫ ના રોજ વિવિધ સ્થળે યોજાનાર કેમ્પની માહિતી માટે નીચે આપેલ પોસ્ટર જુઓ…

 

Comments
Loading...
WhatsApp chat