માળિયા હાઈવે પર ડ્રાઈવર સન્માન દિવસ નિમિતે નિશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

ઇન્ડિયન ઓઈલ દ્વારા ડ્રાઈવર સન્માન દિવસ નિમિતે માળિયા હાઈવે પર આવેલ પેટ્રોલપંપ ખાતે ડો. હસ્તીબેન મહેતાના ૧૧૮ માં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં હાઈવે પરથી પસાર થતા ટ્રક ડ્રાઈવર અને તેની સાથેના કર્મચારીઓના વજન, બીપી અને બ્લડ ટેસ્ટ કરી જરૂરી દવા આપવામાં આવી હતી

તેમજ હરીશભાઈ પરમાર (જનતા ઓપ્ટિકલ) દ્વારા સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી જેની મદદથી આંખનું ચેક અપ તેમજ ચશ્માની ફ્રેમનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું પેટ્રોલ પંપના સંચાલકો તરફથી કેક કાપીને તેમજ દરેક ડ્રાઇવરોને ખૂબ ઉપયોગી એવી મોર્નિંગ કીટનું પણ વિતરણ કરાયું હતું.

આ કેમ્પને સફળ બનાવવા શામડાભાઈ ગઢવી, નીરુભા ઝાલા, યસભાઈ જૈન તેમજ સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, કૌશિકા રાવલ, રશ્મિન ભાઈ દેસાઈએ સેવાઓ આપી હતી

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat