



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી શહેરમાં ભવતારિણી આરોગ્યનિધિ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી ૯ તારીખે સવારે ૧૧ થી ૬ વાગ્યા સુધી યોજાશે. આ કેમ્પમાં વા, સંધિયા અને ફરતા વા ના સુપર સ્પેશ્યાલીસ્ટ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં એકમાત્ર યુલાર અને જહોન હોપકિન્સ યુનિવર્સિટી સર્ટિફાઇડ તજજ્ઞ રયુમેલોજીસ્ટ ડોક્ટર ભાવિન ભટ્ટ દર્દીઓની તપાસ કરશે. આ નિદાન કેમ્પમાં વા, સંધિયા, ફરતા વા અને ચિકનગુનિયાના દર્દીઓ સારવાર લઇ શકશે. આ કેમ્પ ડોક્ટર હિરેન ઝાલાવાડીયાના દવાખાના પર યોજાશે. જેનું સરનામુ છે ગુરુદત્તાત્રેના મંદિર સામે વિનોટેક લેબોરેટરીની બાજુમાં સનાળા રોડ પર. મહત્વનું છે કે ડોક્ટર ભાવિન ભટ્ટ દર મહિનાના બીજા શુક્રવારે સવારે ૧૧ થી ૬ મોરબી ખાતે નિયમિત મળશે.



