મોરબીની વજેપર વાડી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો 

 

નિરામય ગુજરાત અંતર્ગત બીજેપી ડોક્ટર સેલ અને મોરબી નગરપાલિકાના કાઉન્સીલરના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નં ૧૦ ના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા આજે વજેપર વાડી પ્રાથમિક શાળામાં વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં દર્દીને હૃદયની પટ્ટી, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર સહિતના રીપોર્ટ અને નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યું હતું

 

તેમજ જરૂરિયાત મંદ દર્દીને 2D-ઇકો, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી વગેરે સારવાર મા-કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી આયુષ્માન ભારત તથા મા-કાર્ડ ચેક કરવા તથા નવા કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી જે કેમ્પનો ૮૦ થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો અને ૪૦ થી વધારે નાગરિકોએ કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો

 

જે કેમ્પને સફળ બનાવવા ડો. ચેતન અઘારા તેમજ વોર્ડના કાઉન્સીલર કેતનભાઇ વિલપરા, નરેન્દ્રભાઇ પરમાર, મેઘાબેન પોપટ અને શીતલબેન દેત્રોજા તેમજ લલીતભાઈ કામરીયા, દિનેશભાઈ વડસોલા સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat