Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં બે સિરામિક ફેક્ટરી સહીત ત્રણ સાથે ૧૯.૧૦ લાખની છેતરપીંડીની ફરિયાદ

બે શખ્શો સામે ફરિયાદ, બે સિરામિક યુનિટ અને એક યુવાન સાથે છેતરપીંડી

મોરબીના ટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલા યુવાન પાસેથી ઈન્ડોનેશીયન કોલ મંગાવી ૪ લાખથી વધુનો ધુંબો મારવામાં આવ્યો હોય તેમજ બે સિરામિક યુનિટ સાથે ૧૫ લાખની છેતરપીંડી મળીને કુલ ૧૯ લાખથી વધુની છેતરપીંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારના રહેવાસી જગદીશભાઈ વામજા નામના યુવાને બી ડીવીઝન મથકમાં ફરિયાદ નોંધાવી છે કે જીતેન્દ્ર મનસુખ જાકાસણીયા રહે. જેતપર તા. મોરબી અને સુરતમાં જૈન શો રૂમ ધરાવતા કરણ ભુપેન્દ્રગીરી ગોસ્વામી એ બંનેએ તેની સાથે છેતરપીંડી આચરી છે જેમાં સર્કીટ હાઉસ નજીક આવેલી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની ઓફિસે જગદીશ વામજાને આરોપી જીતેન્દ્ર જાકાસણીયાએ વિશ્વાસ કેળવીને આરોપી કરણ ગોસ્વામીના નામે અંદાજે ૪૫ ટન ઇન્ડોનેશિયન કોલ કીમત ૪,૧૦,૫૧૦ મંગાવી તેનું સીટી વર્લ્ડ સિરામિકના નામે બીલ બનાવડાવી રાજકોટ એસબીઆઈના નામનો ચેક આપી વિશ્વાસઘાત કરેલ છે

તેમજ ફરીયાદીના જણાવ્યા પ્રમાણે મોરબીની લોરેન્જો ટ્રીફાઈડ અને ક્લેન વિટ્રીફાઈડ નામની બે ફેક્ટરી સાથે આરોપી જીતેન્દ્ર જાકાસણીયા અને કરણ ગોસ્વામીએ ૧૫ લાખની ટાઈલ્સ મંગાવી તેણે પેમેન્ટ ના ચૂકવી ધુંબો મારી દીધો છે આમ ત્રણેય બનાવમાં મળીને કુલ ૧૯,૧૦,૧૫૧ રૂ ની છેતરપીંડી આરોપીઓ દ્વારા આચરવામાં આવી છે બી ડીવીઝન પોલીસે છેતરપીંડી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat