ઢુવા નજીકથી પાંચ વરસનું બાળક મળી આવ્યું, વાલી-વારસની જાણ પોલીસને કરવા અનુરોધ

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ ઢુવા નજીકથી એક પાંચ વર્ષનું  એક બાળક મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે તેનો કબજો મેળવીને હાલ મોરબી સરદાર બાગ પાછળ આવેલ મેરી બ્રીટો મિશનરી ઓફ ચેરીટી સંસ્થામાં રાખવામાં આવેલ છે.જેના વાલી વારસની કોઈને જાણ થાય તો વાંકાનેર તાલુકા પોલીસ મથકને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર ઢુવા નજીક સર્વિસ રોડ પરથી પાંચ વર્ષનું એક બાળક મળી આવ્યું છે. નિટકો (ક્લાસિક) સીરામીક, ઢુવા ખાતે નોકરી કરતા રિધીશકુમાર કનૈયાલાલ મોદી (ઉં.વ. 35)ને આ બાળક તેના કારખાના નજીકથી મળી આવતા બાળકનો કબજો તેણે વાંકાનેર પોલીસને સોંપ્યો હતો. આ બાળક ગુજરાતી કે હિન્દી ભાષા જાણતું નથી. હાલ આ બાળકને મોરબી ખાતે સરદાર બાગ પાછળ સ્થિત મેરી બ્રિટો મિશનરી ઓફ ચેરિટી સંસ્થામાં રાખવામાં આવ્યો છે. ફોટોમાં દર્શાતા બાળકના વાલીને કોઈ જાણતું હોય અથવા બાળક વિશેની કોઈ માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર 02828 220665 અથવા તપાસકર્તા પો.હેડ.કોન્સ. એસ.આર.ચાવડા મો.નં. 9879076130 અથવા પો.સબ.ઇન્સ. એસ.એ.ગોહિલ. મો.નં. 9909736555 પર જાણ કરવા અનુરોધ કરાયો છે.

Comments
Loading...
WhatsApp chat