


મોરબીના સામાકાંઠે આવેલા બી ડીવીઝન પોલીસમથકના ઇલેક્ટ્રિક રૂમમાં આજે બપોરના સમયે અચાનક આગ લાગી હતી. ઇલેક્ટ્રિક રૂમ આસપાસ કોઈ હાજર ના હોવાથી જાનહાની કે કોઈને ઈજાઓ પહોંચી નથી પરંતુ આગને પગલે ઇલેક્ટ્રિકરૂમનું વાયરીંગ બળીને ખાખ થયું હતું તેમજ બી ડીવીઝનમાં મુકેલી સોલાર પેનલને પણ નુકશાની પહોંચી હોવાની માહિતી બી ડીવીઝન પોલીસના સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે જોકે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી સકાયું નથી પરંતુ ઇલેક્ટ્રિક શોટ સર્કીટને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ માલૂમ પડ્યું હતું.

