Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારા નજીક આગ લાગતા ટ્રક બળીને ખાખ થયો, કોઈ જાનહાની નહિ

 

ટંકારા નજીક હાઈવે પર ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવને પગલે મોરબી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો

 

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીકથી પસાર થતો ટ્રક જીજે ૦૩ એએક્સ ૫૩૧૯ માં અચાનક આગ ભભૂકી હતી ટ્રકમાં આગ લાગ્યાની જાણ મોરબી ફાયર ટીમને કરવામાં આવતા ફાયર ટીમના મેટાલિયા હિતેશભાઈ, મેટાલિયા સંજયભાઈ, જોષી ચિરાગભાઈ અને ભટ્ટ કિશનભાઈ સહિતની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને એકાદ કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો

 

જોકે આગના કારણે ટ્રક બળીને ખાખ થયો હોય જેથી નુકશાન થવા પામ્યું હતું સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઇ નથી

 

Comments
Loading...
WhatsApp chat