Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ભંગારના ડેલામાં આગ લાગી, Video

મોરબીના ટીમ્બડી પાટિયા નજીક આવેલ ભંગારના ડેલામાં મોડી રાત્રીના આગ ભભૂકી ઉઠતા ફાયરની બે ટિમો દોડી ગઈ હતી અને બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પાર કાબુ મેળવ્યો હતો

ટીમ્બડી પાટિયા નજીક આવેલા ભંગારના ડેલામાં ટાયરનો જથ્થો પડ્યો હોય જેમાં રાત્રીના 12 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી અને ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમના વિનયભાઈ ભટ્ટ, કાર્તિકભાઈ ભટ્ટ, જયપાલસિંહ, અજિત, વિજય માધુ, વિજય, રાજુ ભરવાડ, હિતેશ દવે સહિતની ટિમ દોડી ગઈ હતી અને બે ફાયરની ટીમોએ લાગલગાટ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો ભંગારના ડેલામાં પડેલા ટાયર આગમાં બાળીને ખાખ થયા હતા જોકે સદ્નસીબે કોઈ જાનહાની ના થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો

તો ભંગારના ડેલામા આગ અકસ્માતે લાગી ના જાણી પરંતુ જાણી જોઈને લગાડવામાં આવી હોવાની વાતો પણ લોકોના મુખેથી સાંભળવા મળી હતી અને બે ઈસમો આગ લગાડી નાસી ગયા હોવાની ચર્ચા પણ જોવા મળી હતી

video…..

Comments
Loading...
WhatsApp chat