

અદેપર નજીક આવેલી પેપરમિલમાં બપોરના સુમારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો
વાંકાનેરના અદેપર નજીક આવેલી ગોપાલક્રિષ્ના પેપરમિલમાં બપોરના સુમારે ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટમાં આગ ભભૂકી ઉઠતા મોરબી ફાયર ટીમના ડી ડી જાડેજા, વિનય ભટ્ટ, કાર્તિક ભટ્ટ, રતિલાલભાઈ, પ્રીતેશ અને દિનેશભાઈ, વિજયભાઈ અને અજીતભાઈ સહિતની બે ટીમો સ્થળ પર દોડી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા મથામણ કરી હતી જોકે વેસ્ટમાં લાગેલી આગ પર રાત્રીના આઠથી નવ વાગ્યા સુધીમાં કાબુ મેળવી લેવાશે તેમ પણ ફાયર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું તો બીજી તરફ આજે પેપરમિલમાં આગ લાગી ત્યારે વાંકાનેર ફાયર ફાયટર ની ગાડી બંધ હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે અને મોરબીની ફાયર ટીમ આગ બુઝાવવા દોડી હતી