માળિયાના અણીયારી ટોલનાકે આઈસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠી

માળિયાના અણીયારી ટોલનાકા ખાતે એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ટોલનાકા કર્મચારીઓમાં નાસભાગ મચી હતી જોકે બનાવમાં સદનસીબે ટ્રકના ચાલકનો બચાવ થયો હતો

માળિયાના અણીયારી ટોલનાકા પાસે એક આઈસર ટ્રક ટોલ આપવા ઉભો રહ્યો હોય દરમિયાન અચાનક ટ્રકમાં આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા થોડીવાર માટે નાસભાગ મચી જવા પામી હતી ટ્રકમાં આગ લાગતા ટોલનાકા કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો

 

દરમિયાન ટ્રકનો ચાલક સમય સુચકતાવાપરી ટ્રકમાંથી નીચે ઉતરી જતા બચાવ થયો હતો આગના કારણે ટ્રકમાં નુકશાન થયું છે જોકે કોઈ જાનહાની નહિ થતા ટોલનાકા કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

Comments
Loading...
WhatsApp chat