ટંકારાના મિતાણા નજીક કંપનીના ઓઈલ પમ્પમાં આગ લાગી

ટંકારા તાલુકાના મિતાણા રાત્રિના એક ફેકટરીમાં આવેલ ઓઇલ પંપમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જ્યો હતો.તો ધટનાની જાણ ફાયરની ટીમ દોડી આવી આગ પર પાણીનો માર ચલાવીને કાબુમાં લીધી હતી.

બનાવની મળતી માહિતી મીતાણા ગામ નજીક વાંકાનેર વાલાસણ રોડ પર આવેલ MEGA VINYLS LLP કપનીના ઓઈલ પંપમાં મોડી રાત્રીના આગ લાગી હતી તો ઓઈલ પમ્પમાં આગ લાગવાના કારણે ફેકટરીમાં ભાગદોડ થઇ હતી તો તુરંત મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી તેમજ આગ ઓઈલ પમ્પમાં લાગેલ હોવાથી પાણી સાથે ફોર્મ (કેમિકલ) મિક્સ કરીને ઓઈલ પંપ પર મારો ચલાવતા સંપૂર્ણ આગ કાબુમાં આવી હતી તેમજ વાલ બંધ કરવામાં આવતા હતા અને કુલીંગ કરેલ વધારાના ઓઇલ ટેંકને બચાવી લેતા મોટી દુર્ધટના બનતા અટકી હતી તો સદનસીબે કોઈ જાનહાની થઇ ના હતી

Comments
Loading...
WhatsApp chat