


મોરબીના ઘુનડા રોડ પર ઝુપડામાં રહેતા રબારી યુવાન અને તેના ભાઈને ઢોર ચરાવવા બાબતે માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
શનાળા નજીક ધૂનડા રોડ પરના રહેવાસી ફરિયાદી રામજીભાઈ ઉર્ફે મુન્નાભાઈ વશરામભાઈ રબારીએ જણાવ્યું છે કે શનાળા ગામે રહેતા નરશી ગણેશ સતવારાની ઢાળિયાના માર્ગ તરીકે ઓળખાતી વાડી પોતાના માલઢોર ચરાવવા રાખેલ અને ગઈકાલે તે વાડીમાં આરોપી બાબુભાઈ શ્રવણભાઈ ગમારા અને મોરભાઇ દેવાભાઈ ગમારા બંને આરોપીએ ઢોરને ચરાવવા મૂકી દેતા ફરિયાદી અને તેના ભાઈએ ના કહેતા આરોપીઓએ ફરિયાદી યુવાન અને તેના ભાઈને લાકડીઓ વડે માર મારી ઈજા પહોંચાડી છે