મોરબીના માંડલ રોડ પર સિરામિક ફેકટરીમાં રો મટીરીયલ્સ ભરેલ ડમ્પર ઘુસી ગયું, ઓફીસ દીવાલ સાથે અથડાયું

 

 

        મોરબીના સિરામિક ઝોનમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે માંડલ રોડ પર સિરામિક ફેક્ટરીમાં એક રો મટીરીયલ્સ ભરેલું ડમ્પર ઘુસી ગયું હતું એટલું જ નહિ ડમ્પર સિરામિક ગેટ અંદર ઘુસ્યા બાદ ઓફિસની દીવાલ સાથે ટકરાયું હતું જે અકસ્માતને પગલે ફેકટરીના લોકો દોડી ગયા હતા

 

            બનાવમાં કોઈ જાનહાની થઇ કે નહિ તે સ્પષ્ટ થયું નથી જોકે ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે કારણકે ડમ્પર રોડ પરથી ફેકટરીમાં ઘુસ્યા બાદ ગ્રાઉન્ડમાં અંદર આવીને છેક અંદરની ઓફીસની દીવાલ સાથે અથડાયું હતું જે દ્રશ્યો ફેકટરીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે 

Comments
Loading...
WhatsApp chat