ટંકારાની વીરપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

 

હર્ષદરાય કંસારા ટંકારા :  ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સયુંકત ઉપક્રમે વિરપર ખાતે આવેલી શ્રી વિરપર પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ૬ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધો હતો

સ્પર્ધામાં પ્રથમ નંબર પર અન્સારી અરમ મુસ્તાકભાઈ,તથા દ્રિતીય ક્રમ પર વર્મા આયુષ રામાયણભાઈ, તથા તૃતીય નંબર પર અન્સારી સોયબ મુસ્તાકભાઈએ મેળવ્યો હતો, વિજેતા થનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવેલ તથા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ટોબેકો કંટ્રોલ સેલના સોશ્યલ વર્કર દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસન ની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપેલ, ત્યારબાદ શાળાના આચાર્ય પારધી પ્રવિણભાઈએ દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો

આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર પટેલ હિતેશ, આર.બી.એસ.કે મેડીકલ ઓફિસર ડો.અમીતાબેન સનારીયા, ડો. કેયુર જાની,  ઇન્ચાર્જ  પી.એચ.સી. સુપરવાઈઝર ધવલ પંડ્યા, એમ.પી.એચ.ડબ્લ્યુ કૃણાલ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અને સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat