હળવદ તાલુકાના દીઘડિયા ગામે ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો

પંથકમાં કોરોના કાળમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી મસમોટી કમાણી કરી હોવાની રાવ

આરોગ્ય વિભાગનું કામ પોલીસ તંત્રે કર્યું. પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર ને ઝડપી પાડયો

હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ ડોકટરોનો રાફડો ફાટયોહતો. જન આરોગ્ય ઉપર જોખમ એવો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર સફાળું જાગ્યું હતું. હળવદ પંથકમાં ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. ત્યારે હળવદ પોલીસે એક્શન મોડમાં આવી બોગસ ડોક્ટર ને પકડી પાડવાની ઝુંબેશ હાથ ધરતા આરોગ્ય વિભાગને સાથે રાખી તાલુકાના દીઘડિયા ગામે છોપો મારતા અમીયકુમાર સચિનચંદ્રનાથ મંડલ જાતે ક્ષત્રિય રાજપુત રહે.હાલ દીધડીયા.તા.હળવદ.મુળ.ગામ ધરમપુર થાના ચૈપના તાલુકો ઘોડા ડુંગરી. જિલ્લો બહેતુલ.એમ.પી વાળા બોગસ ડોક્ટર ને ઝડપી પાડયો હતો.

પોલીસ પાકી બાતમીના આધારે દરોડો પાડી રંગેહાથ રૂ.૨૬૮૫ ની એલોપેથિક દવાઓ ના મુદ્દામાલ સાથે કોઈપણ પ્રકારની ડિગ્રી વગર પ્રેકટિસ કરતા બોગસ ડોક્ટર ને ઝડપી પાડયો હતો.પોલીસ ની કાર્યવાહી થી ડિગ્રી વગરના ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હળવદ પોલીસના જણાવ્યા અનુસાર હળવદ પંથકમાં ડિગ્રી વગરના ધમધમતી હાટડીઓયોની હવે ખેર નથી. ઝડપાયેલા બોગસ ડોક્ટર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મિશન પાર પાડવા હળવદ પીઆઇ પી.એ. દેકાવાડીયા, જયપાલસિંહ ઝાલા,દેવુભા ઝાલા, યોગેશ દાન ગઢવી, તથા પ્રાથમિક હેલ્થ ઓફિસર આરોગ્ય વિભાગ ના સંયુક્ત ઉપક્રમે દરોડો પાડી બોગસ ડોક્ટર ને રંગેહાથ ઝડપી પાડયો હતો.

Comments
Loading...
WhatsApp chat