વાંકાનેર ખાતે આવતીકાલે જિલ્લા કક્ષાનું નારી સંમેલન યોજાશે

 

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહિવટી તંત્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર તા. ૦૩-૦૨- ૨૦૨૩ના સવારે ૧૦:૩૦ કલાકે વાંકાનેર ખાતે પટેલ સમાજવાડીમાં જિલ્લા કક્ષાના નારી સમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલન મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને  યોજાશે. મહિલાઓને પ્રોત્સાહિત કરવાના આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહિવટી તંત્ર મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat