નગરપાલિકાનો કોમ્યુનીટી હોલ દાંડિયા કલાસીસને ભાડે અપાતા વિવાદ સર્જાયો

મોરબીના મહિલા ધારાશાસ્ત્રી કાજલબેન ચંડીભમર મોરબી માહિતી અધિકારી અને ચીફ ઓફિસર પાસે પાલિકાના કોમ્યુનીટી હોલ ભાડે આપવા બાબતે માહિતી માંગી છે.જેમાં જણાવ્યું છે કે તા.૨૩-૮ નાં રોજ કોમ્યુનીટી હોલ પ્રસંગ માટે ભાડે માંગેલ જે બાબતે અધર ટેક્ષમા ફરજ બજાવતા દિલીપભાઈને ફોન કરેલ જે અંગે તેઓએ અમોને જણાવેલ કે કોમ્યુનીટી હોલ સવાર-સાંજ દાંડિયા કલાસીસ ચાલી રહ્યા છે જેથી બે મહિના સુધી ભાડે આપવાનો નથી .હાલમાં આ કોમ્યુનીટી હોલ કોને દાંડિયા કલાસીસ માટે સળંગ બે મહિના માટે ભાડે આપવામાં આવેલ હોય તેની વિગત આપસો અને નગરપાલિકાનો કોમ્યુનીટી હોલનું સળંગ બે મહિના માટે શું ભાડું લીધેલ છે જેની ભાડાની પહોચ નંબર તારીખથી તથા લાઈટનાં કેટલા યુનિટ વાપર્યા છે અને યુનિટનો શું ચાર્જ લાઈટ છે તેની પણ માહિતી આપવા જણાવ્યું છે.

આ ઉપરાંત બે મહિના આગાઉ દાંડિયા કલાસ માટે કોમ્યુનીટી હોલ ભારે જોઈએ છીએ તો અમોને જણાવેલ કે કોમ્યુનીટી હોલનું એક દિવસનું ભાડું રૂ.૧૦૦૦ છે તો હાલ જે દાંડિયા કલાસીસ બે મહિનાથી ચાલી રહ્યા છે તો દાંડિયા કલાસીસ ચલાવનારે કેટલું ભાડું નગર પાલિકામાં ભરેલ છે અને તેના ભાડાની પહોચ નંબર તારીખ સાથે વિગત આપસો.તેમજ આ મહિતી ૩૦ દિવસમાં આપવા વિનતી કરી છે.

Comments
Loading...
WhatsApp chat