Billboard ad 1150*250 Billboard ad 1150*250

મચ્છુ નદી નજીકથી અજાણ્યા યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબીના સામકાઠે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નદીની દીવાલ પાસેથી અજાણ્યા યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે. મૃતદેહની જાણ થતાં પોલીસ ત્યાં સ્થળ પર દોડી જઇને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના મચ્છુ નદી નજીક આવેલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં નદીની દીવાલ પાસેથી આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના યુવકની કોહવાયેલી લાશ મળી હતી. મૃતદેહની જાણ થતા જ મોરબી બી.ડીવીઝન પોલીસના ઇમ્તિયાજભાઈ જામ સહિતનો પોલીસ કાફલો ધટના સ્થળે પહોચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવતા લાશ પાસેથી એક થેલી મળી આવી હતી. થેલીમાં કપડાં ભર્યા હતા.

આ અંગે તપાસ અધિકારી ઇમ્તિયાજભાઈ જામ સાથે વાત-ચિત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવક નદી પાસે હોય દરમિયાન લપસી જતા તેને ઈજા થઇ હોય પરંતુ તેને સારવાર ન મળતા મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.તેમજ યુવાનનું મોત ક્યા કારણસર થયું તે તો પી.એમ. રીપોર્ટ બાદ જ જાણી શકાશે.મૃતક યુવકની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat