મોરબીમાં અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો, સીએમ ને પત્ર

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી પંથકમાં અકસ્માતોની સંખ્યામાં દિન પ્રતિદિન ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે ત્યારે મોરબીના સામાજિક અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને અકસ્માતો નિવારવા કેટલાક સૂચનો કર્યા છે

        વિશ્વ હિંદુ પરિષદ મોરબી જીલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે મોરબીથી ૨૫ કિમીના વિસ્તારમાં અકસ્માતો વધી રહ્યા છે જેથી તે નિવારવા માટે આ કદમો ઉઠાવવા જરૂરી છે જેમાં જણાવ્યું છે કે મોરબી રાજકોટ હાઈવે પર શનાળા રોડના ડિવાઈડર પર લાઈટની વ્યવસ્થા જરૂરી છે ઉર્જા મંત્રાલય દ્વારા મેઈન રોડ પર કેબલ વાયરીંગ કરી ભૂગર્ભમાં જ મેઈન લાઈન ઉતારવામાં આવે તો વીજ થાંભલા હટાવી સકાય છે ડીવાઈડરને કાળા પીળા કલર નિયમિત રીતે થતા નથી તે જરૂરી છે પદયાત્રી માટે રોડ પર ઝીબ્રા ક્રોસિંગ કલર કરવા રોડ ક્રોસ કરતા બીમાર, વૃદ્ધ અને સીનીયર સીટીઝન માટે સલામતીની વ્યવસ્થા જરૂરી છે.

રીક્ષા ચાલકો દ્વારા પેસેન્જર મેળવતી વખતે રીક્ષાઓ સાઈડમાં રાખતા નથી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પહોળા કરવા સમયાન્તરે દરખાસ્ત સરકારમાં મોકલતા રહે તે જરૂરી છે તે ઉપરાંત નટરાજ ફાટક, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ, નવલખી ફાટક, નાની વાવડી ચોકડી સહિતના સ્થળે ઓવરબ્રિજની જરૂરિયાત છે. તેમજ મોરબી નવલખી રોડ, મોરબી હળવદ રોડ, મોરબી જેતપર રોડ અને મોરબી ખાનપર રોડ પહોળા કરવા માંગ કરી છે તેમજ મચ્છુ નદી પર નવો બ્રીજ ભડિયાદ રોડ લીલાપર રોડ પર ફલાય ઓવર બ્રીજ બનાવવા સહિતની માંગ કરી છે.  

Comments
Loading...
WhatsApp chat