હળવદના ઇસનપુર ગામે મારામારીમાં દંપતી ઈજાગ્રસ્ત

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

               હળવદના ઇસનપુર ગામે મારામારીની ઘટનામાં દંપતીને ઈજા પહોંચી છે જે મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

               હળવદના નવા ઇસનપુરના રહેવાસી ઘનશ્યામભાઈ જેરામભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરાને આરોપી હરજીભાઈ જેરામભાઈ મકવાણા અને જસુબેન હરજીભાઈ મકવાણા રહે બંને નવા ઈશનપુર વાળાએ ગાળો આપી તેમજ જસુબેને લોખંડના પાઈપથી મુંઢ માર મારેલ

જેથી ફરિયાદી અને તેની પત્ની કહેવા જતા આરોપી હરજીભાઈએ સોરીયાના હાથાથી સાહેદ ગીતાબેનને માર મારેલ અને ફરિયાદી છોડાવવા વચ્ચે પડતા તેને હાથમાં ઈજા પહોંચી છે હળવદ પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat