મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ

 

        આજ રોજ મોરબી જિલ્લા કલેક્ટર જી. ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

 

આ સંકલન બેઠકમાં કલેકટરએ સંભવિત હીટ વેવને ધ્યાનમાં લઇને અરજદારો માટે કચેરીમાં બેસવાની તેમજ પીવા માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સરા ચોકડીથી હાઇવે તરફ આગળ જતાં રોડની બન્ને બાજુથી દબાણ દુર કરવા તેમજ ‘સુજલામ સુફલામ’, ‘અમૃત સરોવર’, અને ‘ઇ-શ્રમ કાર્ડ’ વગેરે યોજનાઓ અન્વયે સંબંધિત વિભાગોને યોગ્ય કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે દવાનો પુરતો જથ્થો તથા ડૉકટરની ઉપલબ્ધતા મળી રહે તે મુદ્દા પર ખાસ ભાર મૂકી વિશેષ કામગીરી કરવા પણ તેમણે જણાવ્યું હતું.

 

આ સંકલન બેઠકનું સંચાલન એન.કે. મુચ્છાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા સાથે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ,  ડીવાયએસપી ગોસ્વામી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન. એસ. ગઢવી, ડેપ્યુટી કલેક્ટર ડી. સી. પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા પાણી પુરવઠા અધિકારી  વાય.એમ. વંકાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ તથા માર્ગ અને મકાન(પંચાયત) કાર્યપાલક ઇજનેર અજીત ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા સહિત મામલતદાર, ટીડીઓ, જિલ્લાના ઉચ્ચ અધિકારી,  કચેરીઓના વડા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat