ટંકારાના હરબટીયાળી ગામે કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદ યોજાઈ

 

ટંકારા તાલુકાના હરબટી યાળી ગામે કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહકારી અગ્રણી મગનભાઈ વડાવિયા, કૃષક ભારતીનાં જનરલ મેનેજર ડો .જી. વી. કાછડિયા, રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં જનરલ મેનેજર સખીયાં, વીડજા, મોરબી માર્કેટિંગ યાર્ડનાં ભવાનભાઈ ભાગિયા, ડો.રૃપાપરા, ડો.વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

સહકારી પરિષદમાં મહાનુભાવો દ્વારા સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગૌ આધારિત સજીવ ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુ પાલન થકી સારી આવક મેળવવા અનુરોધ કર્યો હતો હરબટીયાળી સહકારી મંડળીનાં  સંચાલકો અને સભાસદો, સદસ્યોને મંડલી દ્વારા કામગીરીની પ્રસંશા સાથે ખાસ કરીને મહિલા સદસ્યો દ્વારા ખેતી સાથે પશુપાલન થકી નોંધ પાત્ર  આવક  સાથે મહિલા સશક્તિકરણ અંગે અભિનંદન આપ્યા હતા

આ તકે કૃષક ભારતીનાં ડો. કાછડીયાએ પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં રાસાયણિક ખાતરનાં વધારે પડતાં ઉપયોગ સામે કુદરતી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરતા તેના અનેકવિધ ફાયદા સાથે કૃષક ભારતી દ્વારા ખેડૂતો માટેની વિવિધલક્ષી કામગીરીની માહિતી આપી હતી  કૃષિ વૈજ્ઞાનિક ડો. દિલીપભાઈ સરડવાએ કપાસમાં મિલિ બગ સામે સાવચેતીનાં ભાગરૂપે જરૂરી કાળજી લેવા, માવજત અંગે હિમાયત કરી હતી

આ તકે મહાનુભાવો દ્વારા સ્વ.વિઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કર્યા હતા આઝાદીનાં અમૃત વર્ષ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગા લહેરાવવા આ તકે મહાનુભાવો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો

Comments
Loading...
WhatsApp chat