રવાપર રોડ પર બે સંતાનોની માતાએ એસીડ પી આયખું ટુંકાવ્યું

મોરબીના રવાપર રોડ પર આવેલ ગોકુલનગર નજીક એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ રાત્રીના કોઈ કારણોસર એસીડ પી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ ગોકુલનગરમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતા ચાંદનીબહેન હિતેશભાઈ સાણજા(ઉ.૪૦) નામની પરિણીતાએ કોઈ કારણોસર એસીડ પી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક પરિણીતાના ૧૮ વર્ષ પૂર્વે લગ્ન થયા હોય અને હાલમાં બે સંતાનો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું. તો પરિણીતાએ માનસિક બીમારથી કંટાળી આ પગલું ભર્યું હોય તેવી માહિતી આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat