



મોરબી નજીકના મકનસર ગામના રહેવાસી બે ભાઈઓ પર પાંચ શખ્શોએ રાત્રીના સમયે હિચકારો હુમલો કરી દેતા ઘવાયેલા બંને ભાઈઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે તો બઘડાટી મામલે બંને પક્ષે ફરિયાદ નોંધાવતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના મકનસર ગામના રહેવાસી ગુલાબ શેખવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી કેતન બીપીન મુંધવા, ધર્મેશ બીપીન મુંધવા, બીપીન મુંધવા, હીનાબેન બીપીનભાઈ મુંધવા અને ધર્મેશના મમ્મી એ પાંચ આરોપીએ જુના મનદુઃખનો ખાર રાખી મારામારી કરી હતી જયારે સામાપક્ષે ધર્મેશ બીપીનભાઈ મુંધવા એ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ધર્મેશ અને તેના ભાઈ કેતન મુંધવાને બંને ભાઈઓને આરોપી ગુલાબ ખીરજી શેખવા, જયેશ નથુ શેખવા, વેલજી નથુ શેખવા, પવા શેખવા અને સંજય શેખવા એ પાંચ શખ્શો તલવાર અને પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરી દીધો હતો અને બંને ભાઈઓને બેફામ માર મારતા ઈજાગ્રસ્ત બંધુઓને રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે
બે વર્ષ જુના મનદુઃખનો ખાર રાખીને બે ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તો મકનસર ગામે બઘડાટી પ્રકરણમાં તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



