


મોરબીના નાની વાવડી ગામે રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરિય સામે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોધાવી છે.
મળતી વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામે રેહતા ગીતાબહેન દીપકભાઈ દસાડીયા (ઉ.૩૭) એ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ દીપકભાઈ ગોવિંદભાઈ દસાડીયા કોઈ કામ ધંધો કરતા ન હોય જેથી તેણીએ કામ ધંધો કરવાનું કહેતા પતિ દીપક, જેઠ ચંદુભાઈ, જેઠાણી હંસાબહેન રહે બંને નવસારી, બીજા જેઠા રમણીકભાઈ, જેઠાણી હંસાબહેન રહે પીપળી, ત્રીજા જેઠ દિનેશભાઈ રહે મોરબી , નણંદ વનીતાબહેન ગોપાલભાઈ મોરબી, અને ભત્રીજા જમાઈ જયદીપ રમેશભાઈ દલસાણીયા સહિતનાઓએ તેણી સાથે નાની નાની બાબતે ઝધડા કરી મુંઢમાર મારમારી મેણા-ટોણા મારી ગાળો આપીને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.મોરબી મહિલા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે જેમાં મળતી વિગત મુજબ પરણીતા લગ્ન ગાળો સાત વર્ષનો છે જેની વધુ તપાસ પી.એસ.આઈ એ.એચ.રાવલ ચલાવી રહ્યા છે

