Billboard ad 1150*250

મોરબી : 100 રૂ માં બોગસ ચૂંટણીકાર્ડ બનાવનાર ઝેરોક્ષ દુકાનદાર સામે ફરિયાદ

0 75
Post ad 1

નાયબ મામલતદારની ફરિયાદના આધારે પોલીસે તપાસ ચલાવી

Post ad 2

મોરબીમાં બોગસ ચૂંટણીકાર્ડ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે ઝેરોક્ષ દુકાનના સંચાલકે બોગસ ચૂંટણી કાર્ડ કાઢી આપ્યું હોય જે મામલે નાયબ મામલતદારે ઝેરોક્ષના દુકાનદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

   મોરબીના નાયબ મામલતદાર રમેશભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે પાડાપૂલ પાસે વાઘજી ઠાકોરના બાવલા નજીક બીજા માળે આવેલ પાટીદાર ઝેરોક્ષના સંચાલકે અરજદાર  સુનિલભાઈ મનુભાઈ વરાણીયા રહે. 371- ક સરકારી ક્વાર્ટર, એનસીસી કમ્પાઉન્ડ વાળાનું WMO 1691880 નંબરનું બોગસ ચૂંટણી કાર્ડ બનાવી આપ્યું છે. જે મામલે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે સુનિલભાઈએ વર્ષ 2018મા પાટીદાર ઝેરોક્ષમાંથી રૂ. 100 આપી ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું. બાદમાં આ ચૂંટણી કાર્ડ લઈને તેઓ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા પણ ગયા હતા. જયા બીએલઓએ તેમનું નામ મતદારયાદીમાં ન હોવાનું જણાવીને મામલતદાર કચેરીએ તપાસ કરવાનું કહ્યું હતું. 
 જેથી સુનિલભાઈ મામલતદાર કચેરીએ આવ્યા હતા. અને રેકોર્ડ તપાસતા ચૂંટણી કાર્ડ બોગસ હોવાનું ખુલ્યું હતું અને નાયબ મામલતદારે  પોલીસ ફરિયાદ નોંધાવી છે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી બોગસ ચૂંટણી કાર્ડ મામલે વધુ તપાસ ચલાવી છે
Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat