Billboard ad 1150*250

મોરબીના કોરોના સેન્ટરમાં દર્દીઓના મનોરંજન માટે હાસ્યરસ કાર્યક્રમ યોજાયો

0 50

કોરોના મહામારીએ મોરબીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે સરકારી અને ખાનગી હોસ્પિટલ ફૂલ થઇ જતા વિવિધ સમાજ દ્વારા કોવીડ કેર સેન્ટર શરુ કરવામાં આવ્યા હોય આવું જ એક કોરોના કેર સેન્ટર રઘુવંશી સમાજ દ્વારા કાર્યરત હોય જ્યાં દર્દીઓના મનોરંજન માટે હાસ્યરસ કાર્યક્રમ યોજાયો હતો

હાસ્ય કલાકાર હિતેષ કોટેચાએ રઘુવંશી કોરોના કેર સેન્ટરમાં હાસ્ય રસ રજુ કર્યો હતો કોરોના પોઝીટીવ દર્દીઓ અહી સારવાર લઇ રહ્યા હોય જે ખુશ રહે અને જલ્દીથી સ્વસ્થ થાય તેવા હેતુથી હાસ્યરસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાસ્ય કલાકાર દ્વારા હાસ્ય રસ પીરસવામાં આવ્યો હતો અને કોરોનાગ્રસ્ત દર્દીઓએ કાર્યક્રમને માણ્યો હતો અહી દાખલ થયેલા દર્દીઓને મનોરંજન કાર્યક્રમ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરત કરાવી જલ્દી સ્વસ્થ થાય તેવા ઉમદા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat