Billboard ad 1150*250

ગાંધીજયંતી નિમિતે રાજપર ગામમાં આગેવાનો-શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

0 92
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

વિદ્યાર્થીઓએ રેલી કાઢી સફાઈ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે સંદેશ આપ્યો

Post ad 2

        આજે ગાંધીજીની જન્મજયંતી નિમિતે મોરબીના રાજપર ગામે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું તે ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે લોકોને જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો

        મોરબીના રાજપર ગામે આજે સ્વચ્છતા અભિયાનમાં ડીડીઓ એસ એમ ખટાણા, જીલ્લા વિકાસ ગ્રામ એજન્સી નિયામક દિગ્વીજયસિંહ જાડેજા , ટીડીઓ પૃથ્વીરાજસિંહ ગોહિલ, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, આરોગ્ય અધિકારી ડો. બાવરવા, રાજપર ગામના સરપંચ કરમશીભાઈ મારવાણીયા, ઉપસરપંચ જીતેન્દ્રભાઈ ચારોલા, દિનેશભાઈ મારવાણીયા, તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ કોટડીયા, મનોજભાઈ અઘારા, અને રાજપર પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયો હતો

        સ્વચ્છતા અભિયાનમાં આગેવાનો, ગ્રામજનો અને શાળાના સ્ટાફ સહીત સૌ કોઈ જોડાયા હતા તે ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જન જાગૃતિ રેલી યોજીને પ્લાસ્ટિક મુક્ત ગામ અને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat