મોરબીના ખાખરાળા-ભરતનગર પીએચસી દ્વારા સ્વચ્છતા અભિયાન યોજાયું



આયુષ્માન ભવ : પ્રોગ્રામ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે ડીડીઓ ડી ડી જાડેજા અને આરોગ્ય અધિકારી ડો. કે જે દવેના માર્ગદર્શન હેઠળ ભરતનગર પીએચસી અને તેના સેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આયુષ્માન ભવ : પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્માન કાર્ડ અને આભા કાર્ડ કાઢવી લેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડીકલ ઓફિસર ડો. સી એલ વારેવડીયા અને આયુષ મેડીકલ ઓફિસર ડો. ડી એસ પાંચોટિયાએ જાહેર જનતાને અપીલ કરી છે
ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા દ્વારા ડીડીઓ અને જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાહુલ કોટડીયાના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં ડો. સંજય જીવાણી, સુપરવાઈઝર સુરેશભાઈ જાવિયા, ફાર્માસિસ્ટ લાલજી વિડજા, આરોગ્ય કર્મચારી હિતેષભાઈ, કોમલબેન અને દિનેશભાઈ તેમજ ધર્મિષ્ઠાબેને ભાગ લીધો હતો જીલ્લા કક્ષાએથી સુપરવાઈઝર શૈલેષભાઈ પારજીયા અને દિવ્યેશ ભાલોડીયા હાજર રહ્યા હતા