માળિયાના સરવડ ગામની માધ્યમિક વિધાલયમાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો 

 

માળિયા તાલુકાના સરવડ ગામની શ્રી કે.પી.હોથી ઉચ્ચતર માધ્યમિક વિધાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ અને ભૌતિક સુવિધા માટે અમુલ્ય યોગદાન આપનાર દાતાઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો

જે કાર્યક્રમમાં વિવિધ દાતાઓમાં શ્રી સરવડ કેળવણી મંડળના મંત્રી રતિલાલભાઈ હોથી, ઉદ્યોગપતિ મનસુખભાઈ રંગપરીયા, ગીરીશભાઈ હોથી અને શાળાના નવનિયુક્ત શિક્ષક વિપુલભાઈ કણઝારીયાએ પોતાનું આર્થિક યોગદાન આપ્યું હતું ત્યારે સરવડ કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, પટેલ કન્યા છાત્રાલયના પૂર્વ પ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, એ કે પટેલ, રમેશભાઈ મેરજા, ઉપસરપંચ હિતેશભાઈ વિરમગામા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને દાતાઓને સન્માનિત કર્યા હતા

હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય સી એમ અગ્રાવત દ્વારા મહેમાનોનું સ્વાગત પ્રવર્ચન કરાયું હતું મોરબી જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયાએ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરી દાતાઓને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક કમલેશભાઈ રાવલે કર્યું હતું. સમારોહને સફળ બનાવવા શાળાના સ્ટાફ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat