Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ચીટીંગ કેસમાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી અમરેલીથી ઝડપાયો

મોરબી પંથકમાં ઠગાઈના ગુન્હામાં બી ડીવીઝન પોલીસના ચોપડે ચડેલો આરોપી ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જે અમરેલી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે આરોપીની અમરેલી ખાતેથી ધરપકડ કરી મોરબી લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ઠગાઈ કેસમાં આરોપી ધર્મિન અરૂણ કોટક (ઉ.વ.૨૬) રહે લોહાણા પરા મોરબી વાળો હાલ સુરત અડાજણ ચોકસી વાડી વાળો ત્રણ વર્ષથી નાસતો ફરતો હોય જેને અમરેલી મુકામેથી મોરબી લાવવામાં આવ્યો હતો અને સીટી બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે આમ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને દબોચી લેવામાં એલસીબી ટીમને સફળતા મળી છે

Comments
Loading...
WhatsApp chat