પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી સંદર્ભે શનાળા ગામમાં માં કાર્ડ કેમ્પ યોજાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        દેશના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ પ્રજા ઉપયોગી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે સેવા સપ્તાહ અંતર્ગત આજે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને સ્વામી વિવેકાનંદ મંડળના ઉપક્રમે મોરબીના શનાળા ગામ ખાતે માં વાત્સલ્ય કાર્ડ યોજનાનો ગ્રામજનો લાભ લઇ સકે તે માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો

શનાળા ગામની કન્યા શાળામાં આયોજિત માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો માં વાત્સલ્ય કાર્ડથી ગરીબ જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલનો ખર્ચ સરકાર ભોગવે છે અને ગંભીર બીમારીના ઈલાજ કરાવી સકાય છે જેથી માં વાત્સલ્ય કાર્ડ ગ્રામજનો મેળવી સકે તેવા હેતુથી કેમ્પ યોજવામાં આવ્યો હતો ૫૭ ગ્રામજનોએ માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો તેમજ ચાર સેવાભાવીઓએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો કેમ્પને સફળ બનાવવા માટે ધ્યાનેશભાઈ રાવલ, યોગેશભાઈ સોનગ્રા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિમાંશુ પરમાર અને વિવેકભાઈ કવૈયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી  

Comments
Loading...
WhatsApp chat