કલેકટર બંગલો નજીક કારે બાઈકને હડફેટે લીધું

મોરબીમાં અકસ્માતોની હારમાળ સર્જાય છે.ત્યારે મોરબીમાં કલેકટર બંગલા નજીક રાત્રીના એક કારે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજા પહોચી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના કલેકટર બંગલા નજીક તા.૨૦ ના રાત્રીના બાઈક લઈને જતા સમીરભાઈ ગુલામહુશેન માલાણી (ઉ.૧૮) બાઈક નંબર જીજે ૩૬ ડી ૮૯૪૯ વાળું લઈને જતા હોય દરમિયાન પુરપાટ આવતી એક સફેદ કલરની કાર તેને હડફેટે લઈને જમણા પગે તથા નાળાના ભાગે ઈજાઓ પહોચી હતી.જે મામલે સમીરભાઈએ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં કાર ચાલક વિરદ્ધ ગુનો નોધાવ્યો છે.મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat