જોધપર ગામ નજીક કારને નડ્યો અકસ્માત

વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક હાઈવે પર રાજકોટના કારચાલકને અકસ્માત નડતા તેને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

રાજકોટ રહેતા ભાવેશભાઈ ગુણવતભાઈ રવાણી પોતાની રીનોલ્ડ કાર જીજે ૩ જેસી ૭૯૮૯ વાળી લઈને પુરપાટ ઝડપે જતો હોય દરમિયાન વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીક કાર રોડની સાઈડમાં ઉતારી દેતા અકસ્માત સર્જાયો હતો અને કાર ચાલક ભાવેશને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે અનિતાબહેન હેમાંતાલાલ દોશીએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat