માળિયામાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી, ધારિયાના ઘા ઝીંકાયા

બે જૂથ વચ્ચે બઘડાટી બાદ સામસામી ફરિયાદ

માળિયાના વાડા વિસ્તારમાં સાંજના સુમારે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારમારી થઇ હતી જે મામલે માળિયા પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.

માળિયાના વાડા વિસ્તારમાં રહેતા હબીબભાઈ નુરમામદભાઈ જામના દીકરાને ઢોર ચરવા બાબતે મુસા ગફુરભાઈ જામ, દોસમામદ ગફુરભાઈ જામ, ગફુરભાઈ જામ, કરીમ ઈસાભાઈ જામ અને અબ્દુલભાઈ ગાદુરભાઈ સહિતના સાથે બોલાચાલી થઇ હતી બાદમાં આરોપી મુસાસ સહિતનાઓએ હબીબભાઈના ઘરે જઈને ધારિયા વડે હબીબભાઈ તથા સાહેદને મારમાર્યો હતો જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે મામલે હબીબભાઈએ માળિયા પોલીસ મથકમાં મુસા જામ, દોસમામદ જામ, ગફુર જામ, કરીમ જામ અને અબ્દુલ જામ સામે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

તો સામાપક્ષે કરીમ ઈસાભાઈ જામએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફારુક હબીબભાઈ જામ, હબીબ નુરમામદભાઈ જામ, કાદર કરીમભાઈ જામ, કાસમ હબીબભાઈ જામ અનવર હબીબભાઈ જામ રહે બધા માળિયા વાંઢ વિસ્તાર અને મેધ ભાણુંભા રહે-વઢવાણ વાળાએ કાવતરું રચી કરીમભાઈ ઈસાભાઈ જામના ખેતરમાં રેતીના ટ્રક ચલવવા બાબતે બોલાચાલી કરી ઝધડો કરી ધારિયા વડે તથા લાકડા વડે મારમારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat