માળિયામાં રસ્તામાં મોટર રાખવા બાબતે બે જૂથ વચ્ચે બઘડાટી, સામસામી ફરિયાદ




માળીયામાં રસ્તા વચ્ચે ગાડી રાખવા બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા અને બઘડાટી બોલી ગઈ હતી જે બઘડાટી પ્રકરણમાં સામસામે તલવાર અને છરીથી હુમલો કરી દીધા બાદ પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે
બનાવની મળતી માહિતી મુજબ માળિયાના રહેવાસી અબ્બાસ હુશેન જેડા એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રસ્તા વચ્ચે ગાડી પડી હોય જે હટાવવાનું કહેતા આ જગ્યા તારા બાપની નથી કહીને અઆરોપી જાનમહમંદ અલી ભટી, દિલાવર જાનમહમંદ ભટી, મહેબુબ જાનમહમંદ ભટી અને સાવદિન જાનમહમંદ ભટી એ ચાર શખ્શોએ બોલાચાલી કરી મારામારી કરી હતી અને છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે
જયારે સામાપક્ષે ફરિયાદ નોંધાવતા નોંધાવી છે જેમાં ફરિયાદી અલીયાસ જાનમહમદ ભટીએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી અબ્બાસ હુશેન જેડા, હાજીભાઇ, તાજમહમદ હુશેન જેડા અને સિકંદર સલીમ એ ચાર શખ્શોએ ગાડી રસ્તા વચ્ચે કેમ રાખી કરીને મારામારી કરી તલવાર વડે હુમલો કર્યાનું જણાવ્યું છે પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે



