મોરબીના લાલપર નજીક ગેસનો બાટલો ફાટ્યો, એક ટ્રક બળીને ખાખ

મોરબીના લાલપર નજીક ગેસ વેલ્ડીંગની દુકાનમાં રાખેલો ગેસનો બાટલો કોઈ કારણોસર અચાનક ફાટતા નજીકમાં પડેલા ટ્રકને ઝપેટમાં લીધો હતો અને ટ્રક બળીને ખાખ થયો હતો

લાલપર નજીક ગેસ વેલ્ડીંગ દુકાનમાં ગેસનો બાટલો બપોરના સુમારે બ્લાસ્ટ થયો હતો અને ગેસનો બાટલો ફાટતા દુકાનમાં હાજર એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાથી તેણે સારવાર માટે મોરબી ખસેડવામાં આવેલ જોકે ગેસનો બાટલો ફતવાને પગલે નજીકમાં પાર્ક કરેલો એક ટ્રકમાં આગ ફાટી નીકળી હતી
ફાયરની ટીમને જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમના વસંતભાઈ પરમાર, વિનયભાઈ ભટ્ટ, વસીમ મેમણ અને પ્રીતેશ નગવાડીયા સહિતની ટીમે સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ટ્રક બળીને ખાખ થયો હતો સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઇ નથી પરંતુ એક વ્યક્તિને ઈજા પહોંચી છે જ્યારે ટ્રકને સારું એવું નુકશાન થયાનું જાણવા મળ્યું છે.

Comments
Loading...
WhatsApp chat