ટીંબડી નજીક નદીમાં તરતો મૃતદેહ મળી આવ્યો, હત્યા કે આત્મહત્યા ?

મોરબીના ટીંબડી ગામ નજીકની નદીમાં એક મૃતદેહ તરતો હોવાની જાણ થતા ગ્રામજનો એકત્ર થયા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી મૃતદેહને બહાર કાઢવા તજવીજ આદરી છે

ટીંબડી ગામ નજીક આવેલા કલ્યાણદાસ બાપુના આશ્રમ નજીક નદીમાં મૃતદેહ તરતો કોઈ જોઈ ગયા બાદ ગામમાં આ વાત વાયુવેગે પ્રસરી હતી અને લોકોના ટોળા વળ્યા હતા જોકે નદીમાં ડૂબવાથી મૃત્યુ પામેલ વ્યક્તિ અકસ્માતે પડી ગયો હતો કે પછી આપઘાત કર્યો છે તે અંગે કોઈ જાણતું નથી તેમજ આ સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ના હતી

તો આ બનાવ સંદર્ભે ગ્રામજનોના મુખેથી થતી ચર્ચા મુજબ મૃતદેહ જોતા હત્યા કરીને મૃતદેહને નદીમાં ફેંકી દેવાયો હોય તેવી ચર્ચા જોવા મળી હતી હજુ પોલીસ પહોંચી નથી અને મૃતદેહ બહાર કાઢી તેમજ પીએમ થયા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે

Comments
Loading...
WhatsApp chat