વાંકાનેરમાં RTI બાદ જીઇબી કચેરીમાં “નાગરિક અધિકાર પત્ર”નું બોર્ડ મુકાયું

વાંકાનેરના એક જાગૃત નાગરિક તોફીક્ભાઈ અમરેલીયાએ રાઈટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા હેઠળ અરજી કરી જણાવ્યું હતું કે વાંકાનેરના ખેડૂતો GEB ના નાના કામોને લઈને અવારનવાર મુશ્કેલીનો સામનો કરે છે.વાંકાનેર GEB રૂરલ સબ ડીવીઝન-૧ માં ખેડૂતો ને TC બદલવાનો પ્રસન સામે આવ્યો તો ખરેખર CITIZEN CHARTER ACT-2013 મુજબ દરેક સરકારી કચેરીમાં “નાગરિક અધિકાર પત્ર”આવું બોર્ડ લાગેલું હોવું જોઈએ પરંતુ તે લાગેલું હોતું નથી.તેથી GEB માં RTI કરી માહિતી માગી હતી કે આવું બોર્ડ આપની કચેરીમાં લાગેલ છ કે કેમ ? તેના જવાબમાં A૩ SIZE ના પેપરમાં પ્રિન્ટ કરીને બોર્ડ લગાવી દીધેલ અને એ પણ અંગેજીમાં હોવાથી જે કાયદાની વિરુદ્ધ છે.અને અંતે તોફીકભાઈ GEBની વર્તુળ કચેરીએ જઈને અપીલ અધિકારીના આદેશ થી વાંકાનેરમાં જીઇબી રૂરલ સબ ડીવીઝનએ પહોચ્યા ત્યારે  “નાગરિક અધિકાર પત્ર”આવું બોર્ડ લાગી ગયું હતું.

Comments
Loading...
WhatsApp chat