મોરબીના ધુટુ ગામ નજીકથી બાઈક ચોર બે બાઈક સાથે ઝડપાયો

 

મોરબી તાલુકાના ધુટુ ગામ નજીકથી ચોરીના બે મોટર સાઈકલ સાથે એક શખ્સને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

 

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી તથા ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ વિરલ પટેલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમિયાન સ્ટાફના જયસુખભાઈ વસીયાણી, શૈલેશભાઈ પટેલ,વિપુલભાઈ કૈલા, રવિભાઈ કીડિયા અને છત્રપાલ ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ધુટુ ગામે દાડમીય દાદાના મંદિર પાસે રોડ પર વાહન ચેકિંગ કરતા એક શંકાસ્પદ ઇસમ મોટર સાથે જણાતા તેની પુછપરછ કરતા મોટર સાઈકલ ના કાગળો અને સંતોષ કારક પોલીસને જવાબ ના મળતા અને ઈગુજકોપની મદદથી તપાસ કરતા મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસેથી તથા ધુટુ રોડ પર આણેલ માર્કો વિલેજ સોસાયટી ખાતેથી બે બાઈક ચોરી કરેલ હોવાની કબુલાત આપતા પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat