માળિયાના મોટા દહીંસરા નજીકથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો




માળિયા પોલીસ મથકના ડી-સ્ટાફને પીપળીયા ચાર રસ્તાથી આગળ મોટા દહીંસરા જવાના રસ્તે મો.સા.માં વિદેશી દારૂ ભરીને લવાતો હોવાની ખાનગી બાતમી આધારે ગત રાત્રીના વોચ ગોઠવતા ત્યાંથી પસાર થતા ગૌરાંગ વિનોદભાઈ કંસારા રહે મોટા દહીંસરા પોતાના મો.સા. જીજે ૧૦ સીએ ૭૪૬૦ને રોકીને તલાસી લેતા તેમાંથી ૧૨ બોટલ વિદેશી દારૂ કિમત ૬૦૦૦.૨૨ નંગ બીયર બોટલ કિમત ૨૨૦૦ અને મો.સા. કિમત ૧૦૦૦૦ એમ કુલ મળીને ૧૮૨૦૦ના મુદામાલ સાથે આરોપીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

