


મોરબીના લાલબાગ નજીક આજે એક પાંચથી છ વર્ષનું બાળક મળી આવતા એક રીક્ષાચાલકે બી ડીવીઝન પોલીસને બાળક સોપ્યું હતું અને બી ડીવીઝન પોલીસે તેના વાલીવારસની શોધખોળ આદરી છે
લાલબાગ નજીકથી મળી આવેલ બાળક બી ડીવીઝનને સોપવામાં આવ્યા બાદ બી ડીવીઝન પોલીસના ભાનુભાઈ આહીર બાળક સાથે આસપાસન બજારમાં તેના પરિવારની શોધખોળ ચલાવી રહ્યા છે જોકે બાળક પોતાનું નામ કે પરિવાર અંગે સ્પષ્ટ માહિતી આપી શકતું ના હોય જેથી મુશ્કેલીઓ સર્જાઈ રહી છે અને બાળક શ્રમિક પરિવારનું હોય તેવું અનુમાન પોલીસ લગાવી રહી છે જોકે બી ડીવીઝન પોલીસની ટીમ બાળકનું તેના પરિવાર સાથે મિલન કરાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે અને આ બાળક અંગે કોઈ પાસે માહિતી હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ૦૨૮૨૨ ૨૪૨૬૫૧ પર સંપર્ક કરવા અનુરોધ કર્યો છે

