Billboard ad 1150*250

ટંકારાના હરબટીયાળી ગામે ૧૦૮ માટીની પાર્થિવ શિવલિંગ બનાવી

0 60
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

દરરોજ પૂજન અર્ચન, દરરોજ રાત્રે શિવ મહાપુરાણ કથા

ભગવાન શિવની ભક્તિ આરાધનાંના પર્વ પવિત્ર શ્રાવણ માસમાં ટંકારાના હરબટીયાળી ગામે રહેતા મહંત ભરતપરી નરશીપરી ગોસ્વામીના નિવાસસ્થાને તેના દ્વારા દરરોજ ૧૦૮ માટીની પાર્થિવ શિવલિંગ બનાવી વહેલી સવાર થી ૧૦૮ શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનો લાભ હરબટીયાળી  ગ્રામજનો ને આસપાસ ના ગ્રામજનો બહોળી સંખ્યા માં લઇ રહ્યા છે.

 દરરોજ ૧૦૮ માટીની પાર્થિવ શિવલિંગ બનાવી સવારથી બપોર સુધી પૂજન અર્ચન મહંત ભરતપરી દ્વારા બહેનો કરાવી દરરોજ સાંજે ૧૦૮ શિવલિંગ ને નદી માં પધરાવી દેવામાં આવે છે.આ આયોજન છેલ્લા ૧૦ વર્ષથી મહંત ભરતપરી બાપુ કરી રહયા છે.તેમજ દરરોજ રાત્રે ૯ વાગ્યા થી શિવમહાપુરાણ કથા નું આયોજન આખો શ્રાવણ માસ કરાયું છે.જેમાં મહંત ભરતપરી શિવમહાપુરાણ કથા નું તેની મધુર વાણી માં  રસપાન કરાવી રહ્યા છે.જેનો પણ ભક્તો બહોળી સંખ્યા માં લાભ લઈ રહ્યા છે.

Comments
Loading...
Share This
WhatsApp chat