મોરબીના દરબારગઢ પાસે સતત વાહનોની અવરજવરથી ટ્રાફિકજામ, સવાર-સાંજ ટ્રાફિક પોલીસ પોઈન્ટ આપવા માંગ

 

મોરબી શહેરમાં ટ્રાફિક સમસ્યાને પગલે સામાકાંઠે સિરામિક તરફ જતા વાહનો શહેરના દરબારગઢ રોડ પરથી પસાર થાય છે આ વિસ્તાર ગીચ હોય અને સતત વાહનોની અવરજવર રહેવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાથી સવારે અને સાંજે ટ્રાફિક પોઈન્ટ આપી ટ્રાફિક પોલીસની તૈનાતીની માંગ કરવામાં આવી છે

મોરબીના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર કેયુર પંડ્યાએ પોલીસને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી એ ડીવીઝન વિસ્તારમાં આવેલ દરબાર ગઢ પાસે દરરોજ સામાકાંઠે કારખાને થી આવતી ગાડીઓ સવારે ૮:૦૦ વાગ્યાથી ૧૦:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૬:૦૦ વાગ્યા થી ૮:૩૦ વાગ્યા સુધી દરરોજની લગભગ ૪૦૦ થી ૫૦૦ ગાડીઓ નીકળે છે તે આખો વિસ્તાર રહેણાંક છે અને નથી ત્યાંથી એકેય મેઈન રોડ પણ નીકળતો તેમ છતા ટ્રાફિક ના કારણે ત્યાના વિસ્તાર જેવા કે મહેન્દ્ર ડ્રાઈવ રોડ,દરબાર ગઢ,જાની શેરી,નાગનાથ શેરી,કંસારા શેરી, ખત્રી વાડ, નાની બજાર મેઈન રોડ, ખોખાણી શેરી, દેરાસર શેરી, માધાણી શેરી,પારેખ શેરી,સુથાર શેરી,મોદી શેરી,રામજીયાણી શેરી,વેરાઈ શેરી,સંઘવી શેરી,હવેલી શેરી વગેરે વિસ્તારો ખુબ હાલાકી ભોગવી રહ્યા છે

વિસ્તારના નાના છોકરાઓ રમતા હોય શેરીમાં અને વૃદ્ધ વડીલો પણ ચાલીને જતા હોય તો ખુબ જ સમસ્યા થાય છે જેથી ટ્રાફિકના ઉપર જણાવેલ સમય ગાળા દરમિયાન એક ટ્રાફિક પોલીસનો પોઈન્ટ દરબાર ગઢ ચોક ખાતે આપવામાં આવે અને ટ્રાફિક પોલીસની તૈનાતી કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યામાં રાહત મળી સકે છે જેથી ટ્રાફિક સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે

Leave A Reply

Your email address will not be published.